GOOGLE DRIVE MATHI DIRECT DOWNLOAD LINK KEVI RITE TAIYAR KARVI

લેખન :- ખેર અક્ષય 
નમસ્કાર મિત્રો...
અહી ફરી તમારા માટે લઈને આવ્યો છુ ટેક્નોલોજીની વાત. આ અગાઉ મે Google Drive વિશેની વાત અને તેના ફાયદાઓ આગળની પોસ્ટમાં કરેલ છે. તે પોસ્ટ વાંચવા અહી ક્લિક કરો.

ઘણા મિત્રો અપલોડ માટે Dropbox વાપરે છે. પણ તેમાં ડાઉનલોડ કરતા લોકોને મુશ્કેલી પડે. તો Google Drive વાપરી શકાય પણ તેમાં એક જ ક્લિકમાં ડાઉનલોડ થઈ જાય તે બનતુ નથી. પરંતુ ફાઈલ ખુલે છે.
હવે અહી આપણે જાણશું કે Google Drive ની ફાઈલની લિંક શેર કરતા તે સીધી કઈ રીતે એક જ ક્લિકમાં સામેની વ્યક્તિ ડાઉનલોડ કરી શકાય. આ માટે તમારે તેની લિંકમાં ફેરફાર કરવો પડશે.

- સૌપ્રથમ તમારી Google Drive ફાઈલ પર ક્લિક કરી Share Link માં પર ક્લિક કરો. આવે તે લિંકને કોપી કરો. તેની પહેલા ફાઈલનું Privacy Setting બદલો. તે Public on Web રાખો.
- દા.ત. દેખાતી લિંક https://drive.google.com/file/d/0B7uVsVUw7xAbeVdMVWNjbWxiX1E/view?usp=sharing આવી હશે.
- હવે તેમાં ફેરફાર કરી file/d/ અને /view વચ્ચેનો ભાગ કોપી કરી લો.
- હવે તે વચ્ચેના ભાગને નીચેની લિંકમાં id= પછી મુકી દો.
https://drive.google.com/uc?export=download&id=0B7uVsVUw7xAbeVdMVWNjbWxiX1E

આમ અહી તમારી ફાઈલની આઈડી 0B7uVsVUw7xAbeVdMVWNjbWxiX1E હોય છે. તે દર વખતે બદલશે. આમ આ લિંક મુકતા ફાઈલ સીધી ડાઉનલોડ જ થશે.

આવી અન્ય માહીતી માટે અમારો બ્લોગ જરૂર જુઓ:-www.kheraxay.blogspot.com

SHARE THIS

Author:

Previous Post
Next Post